નવી દિલ્હી, તા. ૨૫
સીબીઆઇએ બેંક છેતરપિંડી કેસમાં તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) સાંસદ વાય એસ ચૌધરીની પૂછપરછ કરી છે. વાય એસ ચૌધરી વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચે મોદી સરકારમાં રાજ્ય પ્રધાન હતાં. જો કે ગયા વર્ષે ટીડીપીએ કેન્દ્ર સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો હતો. ત્યારબાદ વાય એસ ચૌધરીએ રાજ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું.
આ પ્રથમ ઘટના છે જ્યારે કેન્દ્ર સરકારના પ્રધાન રહી ચૂકેલા કોઇ વ્યકિતની બેંક છેતરપિંડી કેસમાં સીબીઆઇએ પૂછપરછ કરી હોય.
આ અગાઉ ઇડીએ છેલ્લા કેટલાક દિવસોમાં વાય એસ ચૌૈધરી સાથે સંકળાયેલી કંપનીના હૈદરાબાદ-દિલ્હી સહિત અનેક સ્થળો પર દરોડા પાડયા હતાં. દરોડા દરમિયાન ૩૧૫ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
સીબીઆઇએ બેસ્ટ એન્ડ ક્રોમ્પ્ટન એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ(બીસીઇપીએલ) અને તેના અધિકારીઓ વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો.
આ કંપની અને તેના અધિકારીઓ પર ૨૦૧૦થી ૨૦૧૩ દરમિયાન અનેક બેંકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો. જેના કારણે બેંકોને ૩૬૪ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZB3nS4
via Latest Gujarati News
0 Comments