
મુંબઇ તા.18 એપ્રિલ 2019, ગુરુવાર
અભિનેત્રી ફિલ્મ સર્જક પૂજા ભટ્ટે પોતાની સાવકી બહેન અભિનેત્રી આલિયા ભટ્ટ અને કંગના રનૌત વચ્ચેના મૈં મૈં તૂ તૂ માં ઝંપલાવી દીધું હતું.
કંગનાએ પોતાની મણીકર્ણિકા ફિલ્મ રજૂ થઇ ત્યારે એવી અપેક્ષા રાખી હતી કે પોતે મેઘના ગુલઝારની આલિયા અભિનિત ફિલ્મ રાઝીને સપોર્ટ કર્યો હતો એટલે આલિયા પોતાની મણીકર્ણિકા ફિલ્મને સપોર્ટ કરશે. પરંતુ આલિયા તો બ્રહ્માસ્ત્ર અને કલંકના શૂટિંગમાં બીઝી હોવાથી મણીકર્ણિકા જોઇ શકી નહોતી એટલે એણે આ ફિલ્મના સપોર્ટમાં સોશ્યલ મિડિયા પર કોઇ સંદેશો મૂક્યો નહોતો. એટલે કંગના ગુસ્સે થયેલી હતી.
એટલામાં એક એવોર્ડ સમારોહમાં મણીકર્ણિકા અને ગલી બૉય ફિલ્મની અભિનેત્રીઓના અભિનયની અજાણતામાં આયોજકોએ તુલના કરી નાખી એટલે કંગના વધુ ગુસ્સે થઇ અને એણે સોશ્યલ મિડિયા પર લખ્યું કે આ તુલના વાજબી નથી. ગલી બૉયમાં આલિયાનો અભિનય સાવ એવરેજ હતો. આલિયા તો આ ટકોરથી અસ્વસ્થ ન થઇ. બીજી બાજુ રણદીપ હુડ્ડાએ આલિયાની પ્રશંસા કરી એટલે કંગનાની બહેન રંગોલીને ચાનક ચડી.
કંગનાની બહેન રંગોલીએ આલિયાની માતા સોની રાઝદાન પર હુમલો કરતી ટ્વીટ કરી ત્યારે પૂજાથી રહેવાયું નહીં. એણે સોશ્યલ મિડિયા પર લખ્યું, હે પ્રભુ આ લોકોને માફ કરી દેજે. એમને જાણ નથી કે એ શું કરી રહ્યાં છે ? વાત વણસીને કઇ તરફ જઇ રહી છે એ આ લોકો સમજતા નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IGmAf5
via Latest Gujarati News
0 Comments