હું ઘેર આવીને સફાઇ કામ કરીશ : રેપર સિંગર ડ્રેક


લોસ એંજલ્સ તા.18 એપ્રિલ 2019, ગુરુવાર

રેપર સિંગર ડ્રેકે પોતાની માતાને લખેલો એેક સંવેદનશીલ પત્ર અહીં લીલામમાં વેચાયો હતો અને એ પત્રના 75૦૦ ડૉલર્સ ઉપજ્યા હતા.

ડ્રેકે પોતાની માતાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હું ઘેર પાછો ફરીશ ત્યારબાદ ઘરમાં સફાઇ કામ કરીશ એવી તમને ખાતરી આપું છું. જો કે એનું અકાળ અવસાન થયું હતું. એક અહેવાલ મુજબ એણે ડ્રગનો હેવી ડૉઝ લઇ લીધો હતો. એ હેવી ડૉજે ડ્રેકનો જાન લીધો હતો. 

આ પત્ર હૉટલાઇન બ્લીંગના ગાયક ડ્રેકની એક જૂની સોંગ બુકમાંથી મળ્યો હતો.આ સોંગ બુકમાં ડ્રેકની ટૂંકી જીવનકથા પણ નોંધેલી હતી. એનું મૂળ નામ ઓબ્રે ડ્રેક ગ્રાહમ હતું. ઓસ્ટ્રેલિયાના ટોરન્ટો શહેરમાં ડ્રેકના દાદાનું ફર્નિચરનું કારખાનું હતું. ત્યાંથી આ ગીતની નોટ મળી હતી. ડ્રેક આ કારખાનામાં બેસીને સંગીત સર્જન કરતો હતો. 

ડ્રેક માનવતાવાદી કલાકાર હતો. એણે મેકડૉનાલ્ડ્સના બે કર્મચારીને મુશ્કેલીના દિવસોમાં આર્થિક મદદ કરી હતી તો એક મહિલા કર્મચારીને ઇમરજન્સી હોવાથી 1૦ હજાર ડૉલર્સ આપ્યા હતા. આ બધા માની શકતા નથી કે ડ્રેક અકાળે આથમી ગયો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UJXD9S
via Latest Gujarati News

Post a Comment

0 Comments