
મુંબઇ તા.9 એપ્રિલ 2019, શનિવાર
મોખરાના અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે મારા પિતાએ ગોવિંદાને લઇને બનાવેલી હિટ કોમેડી ફિલ્મ કૂલી નંબર વનની રિમેક નિર્માતા તરીકે હું બનાવવાનો છું.
'જો કે સેટ પર હું નિર્માતા જેવો વર્તાવ નહીં કરું. ગોવિંદાનો મુખ્ય રોલ હું કરીશ પરંતુ સેટ પર મારો વર્તાવ નોર્મલ રહેશે. સેટ પર દાખડો કરવાનું કે હુકમબાજી ચલાવવાનું મારા સ્વભાવમાં નથી' એમ વરુણે કહ્યું હતું.
એક ઇન્ટરવ્યૂમાં વરુણે કહ્યંુ કે બહુ નજીકના ભવિષ્યમાં હું પ્રોડયુસર બનવા જઇ રહ્યો છું. પરંતુ બેઝિકલી હું અભિનેતાજ રહીશ. નિર્માતા જેવો રુઆબ દેખાડવાનું મારા સ્વભાવમાં નથી. હું એક્ટર છું અને એક્ટર રહીશ.
એણે કહ્યું કે હું મારા ગૉડફાધર જેવા કરણ જોહર પાસેથી શીખ્યો છું કે ફિલ્મના દરેક પાસામાં સર્જકે પોતે સહભાગી થવું જોઇએ. હું મારી ફિલ્મના દરેક પાસામાં સહભાગી થઇશ.
વરુણને અભિનેતા તરીકે પહેલી તક કરણ જોહરે પોતાની સ્ટુડન્ટ ઑફ ધી યર (2012) ફિલ્મમાં આપી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VUVpRn
via Latest Gujarati News
0 Comments