
- આલિયાએ પોતાના પ્રોડકશન હાઉસ માટે ઓફિસ લીધી હોવાથી તેની સજાવટ માટે મળ્યા હોવાની અટકળ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
આલિયા ભટ્ટ અન ેરણબીર કપૂર તાજેતરમાં ઇન્ટિરિયર ડેકોરેટરની ઓફિસમાં સાથે જોવા મળ્યા હતા. તેના પરથી લોકો એવી અટકળ બાંધી રહ્યા હતા કે, આલિયા અને રણબીર લિવઇનરિલેશનશિપમાં રહેવાના છે અને ઘર ડિઝાઇન કરાવી રહ્યા છે. પરંતુ હવે જાણવા મળ્યુ છે કે, આલિયા પોતાની ઓફિસની સજાવટ કરાવી રહી છે.
આલિયા પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કરી રહી છે. તે માટે તેણે એક ઓફિસ લીધી છે, જેના ડેકોરેશન માટે તેમણે ઇન્ટિરિયર ડિઝાઇનરની મુલાકાત લીધી હતી. આલિયા પોતાના પ્રોડકશન હાઉસને 'સનશાઇન' નામ આપવાની છે.
આલિયા અને રણબીર ઇન્ટિરિયર ડિઝાઇનરની ઓફિસમાં જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો હતો. તેથી લોકો એવું માની લીધું ખે આ પ્રેમીપંખીડા લિવઇન રિલેશનશિપમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે.
ભૂતકાળમાં રણબીર દીપિકા અન ેકેટરિના સાથે લિવઇનમાં રહ્યો છે. દીપિકા સાથે તો તેનું જલદી બ્રેકઅપ થઇ ગયુ ંહતું. પરંતુ કેટરિના સાથે તે ખાસ્સો પાંચ-છ વરસ લિવઇનરિલેશનશિપમાં રહ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZmGNfV
via Latest Gujarati News
0 Comments