સલમાન અને કેટરિનાની ફિલ્મના તેલુગુ વર્ઝનમાં રામ ચરણ પોતાનો અવાજ આપશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મમાં તેલુગુ સ્ટાર રામ ચરણની એન્ટ્રી થઇ છે. પહેલા તો લોકો એમ સમજ્યા હતા કે, આ ફિલ્મમાં તે કેમિયો કરવાનો હશે. પરંતુ પછીથી વાત બહાર આવી કે તેલુગુ વર્ઝનમાં રામ ચરણ સલમાન ખાનનો કંઠ હશે. 

સલમાનની આ ફિલ્મ હિંદીની સાથેસાથે તમિલ અન ેતેલુગુમાં પણ રિલીઝ થવાની છે. મીડિયા રિપોર્ટસના અનુસાર કલાકાર રામ ચરણનો અવાજ દર્શકોને પસંદ પડયો છે. આ પહેલા પણ 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મમાં રામ ચરણે પોતાનો અવાજ આપ્યો હતો. તેથી 'ભારત'માં પણ તેને જ લેવાનો નિર્ણય લેવાયો ે છે. 

આ ફિલ્મમાં કેટરિના કૈફ, દિશા પટ્ટણી, જેકી શ્રોફ નોરા ફતેહી, ગુલશન ગ્રોવર જેવા કલાકારો કામ કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અબ્બાસ જાફરે કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UsADav
via Latest Gujarati News

Post a Comment

0 Comments