
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
નીના ગુપ્તા લાંબા સમય બાદ 'બધાઇ હો' દ્વારા રૂપેરી પડદે પાછી ફરી અને દર્શકોની વાહવાહ મેળવી ગઇ. નીનાને બોલીવૂડમાં કોઇ કામની ઓફર કરતું ન હોવાથી તેણે અંતે થાકીને કંટાળીને સોશિયલમ ીડિયા પર પોતાને કામ જોઇએ છીેએ તેવી પોસ્ટ મુકી હતી. પરિણામસ્વરૂપ તેને 'બધાઇ હો' ફિલ્મની ઓફર થઇ હતી.
નીના ગુપ્તાની અભિનય ક્ષમતા પર કોઇ શક નથી. હવે તેને બોલીવૂડમાં ફરી ઓફરો મળી રહી છે. તે સંજય મિશ્રા સાથે એક ફિલ્મમાં સાથ ેકામ કરવાની છે. આ ફિલ્મ એક થ્રિલર હોવાનુ ંમનાય છે.
આ ફિલ્મનું નામ 'ગ્વાલિયર' છે, અને આ જ શહેરમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલીરહ્યું છે. નીનાએ પોતાના પાત્ર વિશે જણાવ્યુ ંહતુ ંકે, '' હું આ ફિલ્મમાં મમંજુ મિશ્રાનું પાત્ર ભજવી રહી છું. જે એક ગૃહિણી છે. આર્થિક પરિસ્થિતિ તંગ બનતા ગૃહિણી કઇ રીતે આ સમસ્યા સામે સંઘર્ષ કરે છે તેની આસપાસ આ ફિલ્મ ફરી રહી છે. સંજય આ ફિલ્મમાં મારા પતિનુ ંપાત્ર ભજવી રહ્યો છે. જે એક રિટાયર્ડ શિક્ષક હોય છે.
સંજય પણ નીના સાથે કામ કરવાની તક મળવાથી ખુશ છે. આ ફિલ્મની વાર્તા એક વૃદ્ધ દંપતીની આસપાસ ફરે છે. તેમના જીવનમાં એકાએક એક વળાંક આવતાં પરિસ્થિતિનો સામનો કઇ રીતે કરે છે તે આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zl3iBQ
via Latest Gujarati News
0 Comments