
શહેરના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ગુ્રપ દ્વારા લાંબા રન માટે ઉપયોગમાં લઇ શકાય તેવી ત્રણ સસ્પેન્શન વાળી ટ્રાઇસીકલ બનાવી છે, ત્રણેય વ્હિલ માટે અલગ અલગ સસ્પેન્શન હોવાથી સાયકલને ઓફ રોડ પણ સહેલાઇથી ચલાવી શકાય છે. ઉપરાંત સાયકલમાં બેટરી ફીટ કરવાથી દિવ્યાંગો પણ આરામથી ચલાવી શકે છે. સાયકલ બનવવાના હેતુ વિશે વાત કરવા સ્ટુડન્ટસે કહ્યું કે, ત્રણ સસ્પેન્સન વાળી સાયકલ હોવાથી ચાલકને બાઇકનો અનુભવ થાય છે. ઉપરાંત પેટ્રોલ અને ડિઝલ બાઇક પ્રદુષણ ફેલાવતી હોય છે, તેથી પ્રદુષણ રહીત વ્હિકલ ડિઝાઇન કરવું હતું. સાયકલ બનાવવા માટે મહેશ પંચાલ દ્વારા અમને માર્ગદર્શન મળ્યું હતું.
બેક પેઇન ધરાવતા લોકો માટે સાયકલ ઉપયોગી બનશે
સાયકલમાં ૨૧ ગિયર છે, જેના કારણે ચાલકને કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગનો અનુભવ થશે. ઉપરાંત સીટની ડિઝાઇન કારની સીટ મુજબની હોવાથી લાંબા રન સુધીની સફર આરામદાયક રહે છે. બેક પેઇન ધરાવતા લોકો માટે સાયકલ ખૂબ ઉપયોગી બની શકે છે. સાયકલમાં ત્રણ વ્હિલ હોવાથી જાળવણી ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે. પ્રણવ, ફૈઝલ, જતીન અને સંકેત. સ્ટુડન્ટ
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZnofMx
via Latest Gujarati News
0 Comments