
આઈઆઈટી ગાંધીનગર ખાતે 'એન્વાયરમેન્ટલ ગવર્નન્સ' પર જેએનયુના પ્રો. શ્રવણ કુમાર આચાર્યના લેક્ચર સાથે પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું, લેક્ચરમાં પ્રો. શ્રવણ કુમારે કહ્યું કે, ઘણી વખત ડેવલપમેન્ટના નામ પર નદીના બેઝને આપણે ડમ્પયાર્ડ બનાવીએ છીએ. પરંતુ એન્વાયરમેન્ટલ ગવર્નન્સ માટે નદીના બેઝની સંભાળ રાખવી ખૂબ અગત્યની છે. આજે દેશની મોટાભાગની નદીઓને પ્રદુષિત કરવાનું કાર્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરે છે, કંપનીઓ દ્વારા છોડવામાં આવતુ ખરાબ પાણીનું જ્યાં સુધી શુદ્ધીકરણ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેની કિંમત પર્યાવરણે ચુકવવું પડશે. સાથે જ એન્વાયરમેન્ટલ ગવર્નન્સને વિસ્તારવા માટે કુદરતી સીમાઓનું અનુસરણ કરવું પડશે અને રાજકીય અને વહીવટી સીમાઓને ભુલવી પડશે.
ડેવલપમેન્ટની પરિભાષાને બદલવી પડશે
પર્યાવરણનો બચાવ દરેક લોકોએ કરવો જોઇએ. ઉપરાંત આવનારી પેઢીને પણ પર્યાવરણ બચાવવા વિશેની સમજ આપવી જોઇએ. એન્વાયરમેન્ટલ ગવર્નન્સ લાવવા માટે સામાજિક પ્રયાસો સાથે રાજકિય પ્રયાસો પણ થવા જોઇએ. કારણ કે, રાજકિય પ્રયાસો દ્વારા આવતા પરિણામની સફળતા વધી જતી હોય છે. સાથે જ ડેવલપમેન્ટની પરિભાષાને પણ બદવી પડશે.
ડેવલપમેન્ટ કમિટીમાં સોશિયલ સાયન્ટિસ્ટને સ્થાન મળવું જોઇએ
પેનલ ડિસ્કશનમાં ચર્ચા કરવામાં આવી કે, જ્યારે પણ ડેવલપમેન્ટ સંબંધીત કાર્ય કરવામાં આવે ત્યારે તેની કમિટીમાં એન્જિનિયર સાથે સોશિયલ સાયન્ટિસ્ટ પણ હોવા જોઇએ. જેથી કોઇપણ પ્રોજેક્ટના બનવાથી પર્યાવરણને નુકસાન થાય નહીં. ઉપરાંત પર્યાવરણ સંશાધનો સજીવો માટે ઉપયોગી બની રહે તે વાતનું પણ ધ્યાન રાખી શકાય.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IPjG81
via Latest Gujarati News
0 Comments