રજનીકાંત સાથેની ભૂલ ચૂંટણી અધિકારીને ભારે પડી શકે


ચેન્નાઇ તા.20 એપ્રિલ 2019 શનિવાર

સાઉથના ભગવાન ગણાતા મેગાસ્ટાર રજનીકાંત સાથે કરેલી ભૂલ ચૂંટણી અધિકારીને ભારે પડી શકે છે એવો અણસાર મલ્યો હતો.

શુક્રવારે 19મી એપ્રિલે તામિલનાડુમાં લોકસભાની ચૂંટણીનું મતદાન હતું. રજનીકાંત મત આપવા ગયા ત્યારે ફરજ પરના ચૂંટણી અધિકારીએ ડાબા બાથને બદલે રજનીકાંતના જમણા હાથની પહેલી આંગળી પર મત આપ્યાનું ટપકું કર્યું હતું આ ભૂલ સંબંધિત ચૂંટણી અધિકારીને ભારે પડી શકે છે એમ જાણકાર વર્તુળોએ કહ્યું હતું.

તામિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુએ કહ્યું કે આમ તો ફરજ પરના દરેક અધિકારીને સમજાવવામાં આવ્યું હોય છે કે ડાબા હાથની પહેલી આંગળી પર મત આપ્યાનું ટપકું કરવું. પરંતુ રજનીકાંતના કિસ્સામાં ભૂલ થઇ હોઇ શકે છે.

ડાબા હાથમાં ઇજા થઇ હોય અથવા હાથ ન હોય તો જમણા હાથમાં ટપકું કરવું જોઇએ. ડાબા હાથની પહેલી આંગળીમાં ઇજા થઇ હોય તો બીજી આંગળીમાં ટપકું કરી શકાય. આથી વધુ કંઇ કહેવાનો સાહુએ ઇનકાર કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PoRUQY
via Latest Gujarati News

Post a Comment

0 Comments