નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019 શનિવાર
તિહાર જેલના એક કેદીએ દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં જેલ અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેલરને જાણ હતી કે કેદી મુસ્લિમ છે તેમ છતાં તેની પીઠ પર ઓમ અક્ષરનું ટેટુ બનાવી દીધુ. કેદીનું નામ નાબીર છે અને તે તિહાર જેલમાં કેદ હતો.
તેમણે જેલ અધિકારી રાજેશ ચૌહાણ વિરુદ્ધ લેખિત ફરીયાદ નોંધાવી છે. નાબીરની આ ફરીયાદ વિશે પૂછવા પર તિહાર જેલના ડાયરેક્ટરે કહ્યુ, ડીઆઈજી કેસની તપાસ કરી રહ્યા છે. કેદીને બીજી જેલમાં શિફ્ટ કરાયો છે. કેસની વિસ્તૃત રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vabas6
via Latest Gujarati News
0 Comments