રોહિત તિવારીની હત્યા કોઇ જાણભેદુએ કરી છે


નવી દિલ્હી તા. 20 એપ્રિલ 2019 શનિવાર

પીઢ કોંગ્રેસી નેતા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત તિવારીની હત્યા કોઇ જાણભેદુએ કરી હોવાનું પોલીસ સૂત્રે કહ્યું હતું.

તેમણે કહ્યું કે ગુરૂવારે રોહિતના મૃતદેહને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝમાં મોકલવામાં આવ્યો હતો. એના પોસ્ટમોર્ટમ પછી ડૉક્ટરો એવા નિદાન પર પહોંચ્યા હતા કે કોઇ જાણભેદુનો  હાથ હત્યામાં હોઇ શકે છે.

હૉસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે રોહિતનું ગળું દબાવવાથી અને મોં તેમજ નાક બંધ કરીને શ્વાસ અવરોધવાથી એનું મરણ થયું હતું.

2017માં ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી વખતે રોહિત ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં એમણે એવો અણસાર આપ્યો હતો કે એ કોંગ્રેસમાં પાછાં ફરશે. એના પિતા નારાયણ દત્ત તિવારી એક કરતાં વધુ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા હતા. ગયા વર્ષના ઓક્ટોબરની 18મીએ 93 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GthZtN
via Latest Gujarati News

Post a Comment

0 Comments