
નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર
વાતાવરણ માટે ઝાડને વરદાન માનવામાં આવે છે. ઝાડ ન હોય તો પૃથ્વી પર જીવન શક્ય નથી કારણ કે ઝાડના કારણે જ આપણે ઓક્સીજન મળે છે. પરંતુ દુનિયામાં એવા ઝાડ પણ છે જે માણસ માટે જીવલેણ સાબિત થાય છે. આજે આવા જ ઝાડ વિશે તમને જાણવા મળશે.
આ ઝાડને સુસાઈટ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ઝાડ દેખાવમાં તો અત્યંત સુંદર છે પરંતુ તે ખતરનાક પણ છે. કહેવાય છે કે આ ઝાડમાં કોબ્રા કરતા પણ વધારે ઝેર છે. આ ઝાડનું ઝેર એટલું ખતરનાક છે કે તેના કારણે થોડી મિનિટોમાં જ વ્યક્તિ મરી જાય છે. આ ઝાડ ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં જોવા મળે છે. આ ઝાડને સરબેરા ઓડોલમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ઝાડ સાથે અનેક સંશોધનો પણ કરવામાં આવ્યા છે માન્યતા છે કે સપ્તાહમાં એક વ્યક્તિ તો આ ઝાડના કારણે મૃત્યુ પામે જ છે. આ ઝાડના ફળમાં સરબેરીન નામનું તત્વ હોય છે જે ઝેરી હોય છે. આ તત્વ થોડા પ્રમાણમાં પણ શરીરમાં જાય એટલે માથાનો દુખાવો, ઉલટી અને ધબકારા અનિયમિત થવા લાગે છે અને થોડી જ કલાકોમાં માણસનું મોત થઈ જાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IIExdN
via Latest Gujarati News
0 Comments