
- ચૂંટણી પ્રચારમાં મનસે ભાજપની વિડિયો બતાવે છે અને દેશને ભાજપ મુક્ત કરવાની અપીલ કરાય છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 20 એપ્રિલ 2019, શનિવાર
૧૭મી લોકસભાની ચૂંટણીમાંથી ખસી ગયેલા અને એક પણ ઉમેદવાર ઊભા નહિ રાખવા છતાં નવાઇની વાત એ છે કે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે સત્તાધારી ભાજપ અને ખાસ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સ્ટાર ચૂંટણી પ્રચાર તરીકે ઉદ્દભવી આવ્યા છે. રાજ ઠાકરે પ્રચાર સભામાં નરેન્દ્ર મોદીએ અગાઉ શું ભાષણ કે નિવેદન આપ્યું હતું. અને ત્યારબાદ શું ભાષણ કર્યું તેનો તફાવત બનાવી વિડિયો પ્રદર્શિત કરે છે.
હવે ભાજપે નક્કી કર્યું છે કે આ મનસેના સ્ટાર પ્રચારક સામે ધ્યાન આપવું નહિં. તેમને ખાસ મહત્વ આપવુ નહિ. તેમજ રાજ ઠાકરેના મનસેના સંબંધિત વિડિયો સોશ્યલ મિડિયા મૂકવાનો કર્યો છે.
મહારાષ્ટ્ર ભાજપે એક ટ્વિટ પર ડોમ્બિવલી ખાતે મનસેના કાર્યકરર્તા ફેરિયા પાસેથી હપ્તા લેતા નથી વિડિયો કલીપ વાઇરલ કરી હતી.
બીજી વિડિયો ક્લીપીંગમાં મનસેની મહિલા કાર્યકર્તા દુકાનમાંથી સાડીની ચોરી કરી છે. આ રીતે વિડિયો કલીપ વાઇરલ કરીને ભાજપ સંદેશો આપે છે કે અમારી પાસે પણ તમારા પક્ષ વિરુદ્ધ વિડિયો છે.
તાજેતરમાં રાજ ઠાકરેએ રેલીમાં હર્ષીલ ગામડાની વર્ષ ૨૦૧૮ની વિડિયો હતી તેને એપ્રિલ ૨૦૧૯માં બતાવી હતી.
આ પ્રકારે ચૂંટણી પ્રચાર કરવા રાજ ઠાકરે પાછળ એન.સી.પી.ના વડા શરદ પવારનો હાથ છે એવો આક્ષેપ ભાજપે કર્યો હતો.
કોંગ્રેસ-એન.સી.પી.નો સમર્થનમાં રાજ ઠાકરે પડયા છે. તેમના સમર્થન ધરાવતા મતદાતા અને કાર્યકર્તાઓને ભાજપના વિરુધ્ધ મતદાન કરીને દેશને ભાજપથી મુક્ત બનાવવા અપીલ કરે છે. ચૂંટણી દરમિયાન રાજઠાકરેએ નવ ચૂંટણી પ્રચારની સભા યોજવાનું જાહેર કર્યું હતું. એમાં મુંબઇ, લાતૂર, કોલ્હાપુર, સાતારા અને પુણે યોજાયેલી પ્રચાર સભામાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
તમામ પ્રચાર રેલીમાં ભાજપની જૂની ભાષણની વિડિયો બતાવે અને લોકોને ભાજપ વિરુદ્ધ પ્રશ્ન પૂછે છે. મોટા ભાગની વિડિયો વડા પ્રધાન નરેન્દ્ર મોદી બતાવવામાં આવે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pl3DQo
via Latest Gujarati News
0 Comments