ડોમેસ્ટિક એરપોર્ટ પર જતાં પ્રવાસીઓ બે કલાક વહેલાં નહીં પહોંચે તો ફલાઈટ ચૂકી જશે


- ડોમેસ્ટિક ટર્મિનલથી ઉડાન ભરતાં ત્રીસ હજાર પ્રવાસીઓનો વધારો થતાં મુસાફરોને વધુ અગવડ પડશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.  20 એપ્રિલ 2019, શનિવાર

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનસ પર પ્રવાસીઓ જતાં હોય તો હવે અંદાજે બે કલાક પહેલાં પહોંચવું ફરજીયાત થઈ ગયું છે. વહેલાં નહીં પહોંચ્યા તો ગિરદી અને મોટી લાઇનમાં ઉભા રહીને ફલાઇટ ચૂકી જવાનો વારો આવે એવી શક્યતા છે. આ ટર્મિનલ પર પ્રવાસીઓની સંખ્યા અંદાજે ત્રીસ હજાર વધી ચે. જેટ બંધ તતાં તે પ્રવાસીઓ અહીંથી છૂટતી કંપનીની વિમાન સેવાને પ્રાથમિકતા આપતાં ગિરદી વધી ગઈ છે.

મુંબઈ એરપોર્ટ ટર્મિનલ વન પર ઇન્ડિગો, ગોએર, સ્પાઇસ જેટ, ટ્રૂ જેટ જેવી દેશ અંતર્ગત સેવા આપતી કંપનીના વિમાન ઉડાન ભરે છે. જ્યારે ટર્મિનલ ટુ પર એર ઇન્ડિયા અને વિસ્તારા આ દેશી કંપની સહિત પરદેશી કંપનીના વિમાનનો સમાવેશ થાય છે. તેમ જ જેટ એરવેઝના વિમાન પણ ટર્મિનલ ટુ પરથી છૂટતા હતા. પરંતુ તેની ઉડાન રદ થતાં પ્રવાસીઓની ગિરદી હવે ટર્મિનલ વન (ડોમેસ્ટિક) તરફ વળ્યા છે.

જેટ એરવેઝની મુંબઈથી દરરોજ ૧૫૨ ઉડાન થતી હતી, જેમાંથી ૧૨૫ ઉડાન દેશ અંતર્ગત થતી હતી. તે માટે કંપની ૧૮૦થી ૩૦૦ આસની વિમાનનો ઉપયોગ કરતી હતી. તેઅનુસાર રોજ ૨૯ હજારથી ૩૧ હજાર પ્રવાસીઓ જેટ દ્વારા ઉડાન ભરાં હતા. આ તમામ પ્રવાસીઓ હવે ડોમેસ્ટિક ટર્મિનલ પર છૂતી કંપનીને પ્રાથમિકતા આપી છે. જેના લીધે હવે ટર્મિનલમાં પ્રવાસીઓએ મોટી લાઇનનો સામનો કરવો પડી રહ્યો છે.

ટર્મિનલ વન એ ટર્મિનલ ટુ કરતાં પણ મોટું છે. જેના લીધે અહીં એટલી ગિરદી હોય છે પણ અચાનક ૩૦ હજાર પ્રવાસીઓનો વધારો જોવા મળ્યો છે. જેના લીધે સુરક્ષા રક્ષકને ટિકિટ અને ઓળખપત્ર દેખાડીને ટર્મિનલની ઇમારતમાં પ્રવેશ કરવા માત્ર પાંચ મિનિટ લાગતી હતી. પરંતુ હવે આ લાઇન ૩૦થી ૪૦ પ્રવાસીઓ સુધી વધતાં તે માટે ૧૦થી ૧૨ મિનિટ લાગે છે. ત્યારબાદ વિમાન સેવા કંપનીના કાઉન્ટર પર સામાન ચેક ઇન કરીને બોર્ડિંગ પાસ મેળવવા માટે ૨૦થી ૨૫ મિનિટ લાગે છે. ત્યાંથી વ્યક્તિગત તપાસ માટે લાઇનમાં ફરી અંદાજે ૨૦ મિનિટ લાગે છે. વિમાનના બોર્ડિંગ દરવાજા ૨૦ મિનિટ પહેલાં બંધ થાય છે. તે અનુસાર હવે ડોમેસ્ટિક ટર્મિનલથી પ્રવાસ કરવો હોય તો બે કલાક પહેલાં પહોંચવું ફરજીયાત છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vg20dG
via Latest Gujarati News

Post a Comment

0 Comments