
નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર
જમ્મુ અને કાશ્મીરની લોકસભાની ચૂંટણીમાં અને ખાસ તો શ્રીનગર, બારામુલા અને અનંતનાગમાં અત્યંત ઓછું મતદાન થયું હતું.અલગતાવાદી અને ઉગ્રવાદી સંગઠનો દ્વારા અપાયેલા ચૂંટણીના બહિષ્કારના એલાન પછી મતદાનની ટકાવારી ચૂંટણી પંચ માટે રસનો વિષય બની ગઇ હતી. ખીણની ત્રણ પૈકીની બે બેઠકો શ્રીનગર અને બારામુલામાં મતદાન પુરૃં થયું હતું જ્યારે અનંતનાગમાં એક કરતાં વધુ તબક્કામાં ચૂંટણી થશે.
અંતનાગમાં ૧૬ પૈકી છ વિધાનસભા મત વિસ્તારમાં ૨૩ એપ્રીલે ચૂંટણી થયેલી અને બાકીના દસ વિસ્તારમાં ૨૯ એપ્રિલ અને છટ્ટી મેના રોજ મતદાન થશે.આ ક્ષે૬ના અત્યાર સુધીના મતદાનના આંકડા દર્શાવે છે કે આ ટકાવારી ૨૦૦૨ પછી કાશ્મીર ખીણમાં સૌથી ઓછી છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં બારામુલા અને શ્રીનગરમાં મતદાનની ટકાવારી અનુક્રમે ૩૪ અને ૧૪ ટકા રહી હતી. ૨૦૧૪ની લોકસભામાં આ ટકાવારી ૩૯ અને ૨૬ ટકા હતી.
જો કે શ્રીનગરમાં સ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાય છે જ્યાં એપ્રિલ ૨૦૧૭ની પેટા ચૂંટણીમાં વિધાનસભામાં માત્ર સાત ટકા જ મતદાન થયેલું.એપ્રિલ ૨૦૧૬માં પ્રદેશના મુખ્ય પ્રધાાન બનતા મેહબુબા મુફતીએ અનંતનાગ લોકસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર થી આ બેઠક ખાલી પડી છે. ચૂંટણી પંચ વિવિધ તબક્કાઓમાં ચૂંટણીઓ યોજે છે, કારણ કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડકારજનક બની ગઇ છે.
ત્રીજા તબક્કામાં અનંતનાગમાં છ વિધાનસભાની બેઠકો પર માત્ર ૧૩ ટકા મતદાન થયેલું. જ્યારે ૨૦૧૪માં આ જ બેઠક રક ૪૦ ટકા મતદાન થયેંલું.૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીના મતદાનના આંકડાના પૃથકરણ કરતાં દેખાય છે કે બાકીની દસ ટકા વિધાનસભા બેઠકોમાં ૨૦૧૯ના મતદાન કરતાં છ ટકા કરતાં વધુ મતદાન થયું નહતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IMkfjv
via Latest Gujarati News
0 Comments