
નવી દિલ્હી, 16 એપ્રિલ 2019, મંગળવાર
ભારત સહિત દુનિયાના 86 દેશોમાં ઝીકા વાયરસનું જોખમ વધ્યું છે. તાજેતરમાં થયેલી એક રીસર્ચ અનુસાર પુરુષોના વીર્યમાં ઝીકા વાયરસ 3 માસ સુધી જીવિત રહે છે. આ રીસર્ચને ફેબ્રુઆરી માસમાં ઓનલાઈન પબ્લિસ પણ કરવામાં આવી હતી. આ રીસર્ચ પોર્તો રીકો આયલેન્ડના 55 પુરુષો અને 95 મહિલાઓ પર કરવામાં આવી હતી. તેમાં સ્ત્રીઓ અને પુરુષોમાં ઝીકા વાયરસનું લેવલ ચકાસવામાં આવ્યું હતુ. આ રીસર્ચમાં જે લોકો જોડાયા હતા તેમનામાં ઈન્ફેકશન પણ જોવા મળ્યું હતું.
વૈજ્ઞાનિકોએ જાણ્યું કે કેટલાક વાયરસ લાર અને યોનિક સ્ત્રાવમાં પણ જોવા મળે છે. પરંતુ તે બ્લડ સિરમ અને યૂરીનમાં થોડા સપ્તાહ સુધી જ રહી શકે છે. જ્યારે પુરુષોના વીર્યમાંથી આ વાયરસ લગભગ 81 દિવસ પછી લુપ્ત થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર જે પુરુષો એવા વિસ્તારમાં ગયા હોય જ્યાં ઝિકા વાયરસ ફેલાયો હોય તેમણે 6 મહિના સુધી સેક્સ સંબંધથી દૂર રહેવું જોઈએ. જે પુરુષોમાં ઝીકા વાયરસના કોઈ લક્ષણ જોવા ન મળે તેમણે પણ 8 સપ્તાહ સુધી તો કોન્ડોમનો ઉપયોગ કરવો જ જોઈએ.
મહત્વપૂર્ણ છે કે ઝીકા વાયરસ ફ્લાવિવિરિડઈ વાયરસ ફેમિલીથી છે અને તે મચ્છરોના માધ્યમથી જ ફેલાય છે. આ વાયરસ દિવસ દરમિયાન વધારે સક્રિય રહે છે અને ખાસકરીને ગર્ભાવસ્થામાં મહિલાઓ આ વાયરસથી વધારે સંક્રમિત થાય છે. આ વાયરસ એજીઝ પ્રજાતિના મચ્છરના કરડવાથી ફેલાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pck3dF
via Latest Gujarati News
0 Comments