
(પીટીઆઇ) લખનઉ, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
વડા પ્રધાન મોદી જેવા દેખાતા એક ઉમેદવારને ચૂંટણી પંચે એટલા માટે નોટિસ ફટકારી હતી કે તેમનું ચૂંટણી સૂત્ર છે 'વન વોટ વન નોટ' જે આચાર સંહિતાનું ભેગ કરે છે..
અભિનંદન પાઠક નામના ઉમેદવારે અપક્ષ તરીકે શુક્રવારે લખનઉથી ઉમેદવારી પત્ર ભર્યું હતું અને હવે તેઓ વારાણસી જઇને પણ પત્રક ભરશે અને વડા પ્રધાન મોદી સામે ચૂંટણી લડશે.
ઉમેદવારી પત્ર ભર્યા પછી તેમણે પત્રકારોને કહ્યું હતું કે તેમનુ ચૂંટણી સૂત્ર છે 'વન વોટ વન નોટ'. શુક્રવારે પાઠકને પાઠવેલી નોટીસમાં જિલ્લા મેજીસ્ટ્રેટ કૌશલરાજ શર્માએ કહ્યું હતું કે તેમનું સૂત્ર આચાર સંહિતાનું ભંગ કરે છે અને મતદારોને લલચાવવાનો પ્રયાસ છે.
'પાઠકને જવાબ આપવા માટે અમે ૨૪ કલાકનો સમય આપ્યો છે. જો જવાબ નહીં મળે તો સબંધીત કલમ હેઠળ તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવશે'એમ ડીએમ અને રિટર્નિંગ ઓફિસર એવા કૌશલરાજે કહ્યું હતું.
ભાજપના ઉમેદવાર અને કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને પડકાર્યા પછી હવે તેઓ વડા પ્રધાન મોદીને પડકારવા ૨૬ એપ્રીલે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે.
પોતાની જાતને ડમી નહીં બલકે એક 'ગંભીર ઉમેદવાર'ગણાવતા પાઠકે કહ્યું હતું કે તેઓ જુમલાબાજીનો વિરોધ કરે છે. 'જીત્યા પછી હું રાહુલ ગાંધીને ટેકો આપીશ'. પાઠકનો ચહેરો મોદીને મળતો આવે છે.
તેઓ મોદીની જેમજ કપડાં પહેરે છે અને વાત પણ એ રીતે જ કરે છે. પ્રવચની શરૃઆત પણ મિત્રોં થી જ કરે છે.સહારાનપુરના રહેવાસી પાઠક ગયા મહિને કોંગ્રેસમાં જોડાયા તેની પહેંલા ભાજપના સાથી પક્ષ રામદાસ આઠવલેના રિપબ્લીકન પક્ષના ઉત્તર પ્રદેશના પ્રમુખ હતા.
૨૦૧૪માં પણ પાઠક સહિત મોદી જેવા અનેક ઉમેદવારો હતા. જેઓ ચૂંટણી દરમિયાન આખા દેશમાં દેખાતા હતા.જો કે કોંગ્રેસે ગયા વર્ષે યોજાયેલી છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UgrJfW
via Latest Gujarati News
0 Comments