યસ, આયમ ઇન લવ.. ટીવી સ્ટાર સાયંતની કહે છે


મુંબઇ તા. 17 એપ્રિલ 2019, બુધવાર

ટેલિવિઝન પર લોકપ્રિય નીવડી રહેલા શો કુમકુમ એક પ્યારા સા બંધનની હીરોઇન સાયંતની ઘોષે એવા સમાચારને સમર્થન આપ્યું હતું કે એક ફરી એકવાર પ્રેમમાં પડી હતી.

અગાઉ જો કે એક અફેરમાં બ્રેકપ અનુભવી ચૂકેલી સાયંતની હાલ ફરી પ્રેમમાં પડી હતી અને એણે આ સમાચારને પુષ્ટિ આપી હતી. એક ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું કે ફિટનેસ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનુગ્રહ તિવારી સાથે એ હાલ ડેટિંગ કરી રહી હતી.

એક સવાલના જવાબમાં એણે કહ્યું કે એક કોમન ફ્રેન્ડે અમારો પરિચય કરાવ્યો હતો. એણે કહ્યું કે મારું ઘર અને મારાં સ્વજનો કલકત્તામાં છે એટલે મુંબઇમાં અનુગ્રહ તિવારીનું ઘર જ મારા માટે એક આશ્રય છે. જો કે મારે આ સંબંધને કોઇ નામ આપવું નથી. અમે એકબીજા સાથે ખુશ છીએ.

ભવિષ્યમાં લગ્ન કરશો કે એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે આ તો બહુ દૂરની વાત છે. જે નિર્ણય કરીશું એ બંને સાથે મળીને કરીશું. અત્યારે તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ભવિષ્યની વાત ભવિષ્યમાં. હાલ અમે એ વિશે કશું વિચારતાં નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V4pfWl
via Latest Gujarati News

Post a Comment

0 Comments