મુંબઇ તા. 17 એપ્રિલ 2019, બુધવાર
નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં કહ્યું હતું કે મારે અને મારા પતિ આનંદ આહુજાએ એકબીજાથી કશું છૂપાવવાનું હોતું નથી એટલે અમારા બંને પાસે એકમેકના મોબાઇલ ફોનના પાસવર્ડ છે.
પાટનગર નવી દિલ્હીના એક વેપારી આનંદ આહુજા સાથેનાં તેનાં લગ્નને લગભગ એક વર્ષ પૂરું થયું છે. એક ટીવી ચેટ શોમાં આમંતંરિત સોનમે કહ્યું કે જ્યારે પતિ પત્ની એકબીજાથી કશું છૂપાવતા થઇ જાય ત્યારે લગ્નજીવનમાં તિરાડ પડવાની શરૃ થઇ જાય છે. હું લકી છું કે અમે બંને પતિપત્ની એકબીજાના મોબાઇલ ફોનના પાસવર્ડ જાણીએ છીએ કારણ કે અમે એકબીજાથી કશું છૂપાવતા નથી..
જો કે એકબીજાના પાસવર્ડની આપ-લે શી રીતે થઇ એની રસપ્રદ વાત પણ સોનમે કરી હતી. એણે કહ્યું કે એક દિવસ આનંદે મને કહ્યંુ કે મારા મોબાઇલ દ્વારા અમુક તમુક વ્યક્તિને મેસેજ મોકલને. મેં મોબાઇલ હાથમાં લીધો ત્યારે મારાથી એ ઓપરેટ થયો નહીં કારણ કે મને એનો પાસવર્ડ ખબર નહોતી. મેં આનંદને કહ્યું કે મારી પાસે તમારા ફોનનો પાસવર્ડ નથી તો હું મેસેજ શી રીતે મોકલું ?
આનંદે તરત મને એનો પાસવર્ડ આપ્યો. ત્યારે મેં મારા ફોનનો પાસવર્ડ એમને આપ્યો જેથી ખાનગી જેવું કશું રહે નહીં અને એકબીજા પરનો વિશ્વાસ અતૂટ રહે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GpdHnA
via Latest Gujarati News
0 Comments