આ દરોડામાં 10.50 લાખ અને બે દિવસ પછી 11.53 કરોડ મળ્યા હતાં
ચૂંટણી પંચે ચૂંટણી રદ કરવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભલામણ કરી હતી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
તમિલનાડુના વેલ્લોરમાં થોડાક દિવસ પહેલા ડીએમકેના ઉમેદવાર પાસેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતા ૧૮ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી રદ કરવામાં આવી છે.
૩૦ માર્ચના રોજ આવકવેરા વિભાગના અધિકારીઓએ ડીએમકેના ઉમેદવાર કથિર આનંદના પિતા દુરાઇ મુરુગનના નિવાસસ્થાને દરોડા પાડયા હતાં. ચૂંટણીમાં ગેરકાયદે નાણાંનો ઉપયોગની ફરિયાદને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન ૧૦.૫૦ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતાં.
બે દિવસ પછી આવકવેરા વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ડીએમકે નેતાના સહયોગીના સિમેન્ટ ગોડાઉનમાંથી ૧૧.૫૩ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતાં.
ચૂંટણી પંચની ભલામણને પગલે રાષ્ટ્રપતિ રાનનાથ કોવિંદે વેલ્લોર લોકસભા બેઠક પર ચૂંટણી યોજવાના નોટિફિકેશન રદ કરી દીધું છે. આવકવેરા વિભાગના ૧૦ એપ્રિલના રોજના અહેવાલને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે આરોપી કથિર આનંદ સામે દાખલ કરેલી ફરિયાદને આદારે ચૂંટણી પંચે ચૂંટણી રદ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરવાનો નિર્ણય લીધો હતો.
આનંદ સામે રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પિપલ એક્ટ હેઠળ ખોટી માહિતી આપવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લાંચના આરોપ હેઠળ શ્રીનિવાસન અને દામોદરન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના આ નિર્ણયની જાણ તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારીને કરી દેવાાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગેની જાણ સંબધિત ઉમેદવારો અને પક્ષોને કરી દીધી છે.
કાનિમોઝીના ઘરમાં આવકવેરા વિભાગના દરોડા
ડીએમકે પ્રમુખ સ્ટાલીનના બહેન અને સાંસદ કાનિમોઝીના ઘરમાં આજે આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં. તમિલનાડુમાં કેશ ફોર વોટના કથિત આરોપોને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતાં. કાનિમોઝીના તુતિકોરિનમાં આવેલા મકાનના પ્રથમ માળે મોટા પ્રમાણમાં રોકડ નાણા રાખ્યા હોવાની બાતમી મળ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.કાનિમોઝી તુતિકોરિન બેઠક પરથી ડીએમકેના ઉમેદવાર છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iqq0Dd
via Latest Gujarati News
0 Comments