
(પીટીઆઇ) થિરૂવનંતપુરમ, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
કેન્દ્રના મંત્રી નિર્મલા સિતારમણ આજે અચાનક જ પુજા વિધિ વખતે ઘાયલ થઇ ગયેલા કોંગ્રેસના નેતા શશી થરૂરને જોવા હોસ્પિટલે પહોંચી જતાં થરૂરને આશ્ચર્ય થયેલું.
થિરૂવનંતપુરમના સાંસદ અને ૨૩ એપ્રિલની ચૂંટણીના ઉમેદવાર થરૂર મંદિરમાં થુલાભરમ પુજા વિધિ પછી ઘાયલ થઇ ગયા હતા.તેમને થિરૂવનંતપુરમની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાય હતા અને કદાચ આવતી કાલે તેમને રજા અપાશે.
કેન્દ્રના પૂર્વ મંત્રીએ લખ્યું હતું કે આજે સવારે મને જોવા માટે આવેલા સિતારમણની મુલાકાત મને સ્પર્શી ગઇ હતી.તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે કેરળમાં તેમના ભરચક ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સમય કાઢીને તેઓ મને જોવા માટે આવ્યા હતા.
આજના રાજકારણમાં આવી માણસાઇ જવલ્લેજ જોવા મળે છે. તેમણે એક શ્રેષ્ઠ દાખલો બેસાડયો હતો. સિતારમણ સોમવારે જ કેરળ પહોંચ્યા હતા અને ભાજપના ઉમેદવારની સાથે એ જ દિવસે તેમણે રોડ શો કર્યો હતો. ઉપરાંત શોભા સુરેન્દ્રન માટે પણ અત્તીનગલ ખાતે પ્રચાર સભાને સંબોધી હતી.
ડાબેરી મોરચાના સીપીઆઇના ઉમેદવાર સી.દિવાકરણ પણ થરૂરને મળવા આવ્યા હતા.'મારા હરિફ સી.દિવાકરણનો ખૂબ આભાર જેઓ મને મળવા માટે આજે હોસ્પિટલમાં આવ્યા હતા. તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે મારા સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરી હતી.
દિવાકરણે થરૂરને હતાશ નહીં થવા કહ્યું હતું. 'ના, હું હતાશ થયો નથી, બલકે પહેલા કરતાં વધુ મક્કમ બન્યો છું'એમ થરૂરે લખ્યું હતું.થિરૂવનંતપુરનમાં ચતુષ્ટકોણ ચૂંટણી છે જેમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફ, ડાબેરીઓના નેતૃત્વનો એલડીએફ અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો સમાવેશ થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IIb431
via Latest Gujarati News
0 Comments