રાહુલ વડાપ્રધાન બન્યા તો ઘણી ક્રાંતિઓ થશે: સામ પિત્રોડા


નવી દિલ્હી, તા. 09 એપ્રિલ 2019, મંગળવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડએ કહ્યું છે કે, રાજીવ ગાંધીની સરકારમાં દૂરસંચાર ક્રાંતિ થઇ હતી, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી બાદ જો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દેશમાં વિભિન્ન ક્ષેત્રોમાં ઘણી ક્રાંતી થશે અને તેમણે દાવો કર્યો કે, ગાંધીના નેતૃત્વમાં સરકાર બની તો દેશ 10% વિકાસદરથી આગળ વધશે.

લોકસભાની ચૂંટણી 2019માં કોંગ્રેસના પ્રચારમાં જોડાયેલા સામ પિત્રોડાએ મોદી સરકારના આર્થિક વિકાસ સાથે જોડાયેલા દાવા પર કહ્યું કે, આ લોકો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા ડેટા સાથે ચેડા કરી રહ્યાં છે. તમે લોકો પાસે જશો તો ખ્યાલ આવશે કે લોકો પાસે નોકરી નથી, લોકોનો વ્યવસાય નથી ચાલી રહ્યો.

સામ પિત્રોડાએ કહ્યું, અમારે તો વિકાસ કરવો જ છે પરંતુ અમારે તે જોવું પડશે કે અમારો વિકાસ દર 5%, 6% છે, કે પછી 10%. હું ઇચ્છું છું કે દેશા આગામી 20 વર્ષો સુધી 10% વિકાસ દરથી આગળ વધે. 10% વિકાસ દર શક્ય છે. જો રાહુલજીના નેતૃત્વમાં સરકાર બનશે તો અમે 10% વિકાસ દર શક્ય બનાવીને દેખાડીશું.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G9Fc5j
via Latest Gujarati News

Post a Comment

0 Comments