
મેરઠ, તા. 09 એપ્રિલ 2019, મંગળવાર
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે થનારા મતદાન માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હિંદૂઓ પાસે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઇ વિકલ્પ નથી, દેશમાં દલિત-મુસ્લિમ એકતા સંભવ નથી.
મેરઠની જનસભામાં યોગી આદિત્યનાથે કહ્યું કે, જો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહૂજન સમાજ પાર્ટીને અલીમાં વિશ્વાસ છે, તો અમારો બજરંગબલીમાં વિશ્વાસ છે. માયાવતીએ રેલીમાં કહ્યું કે, તેને માત્ર મુસ્લિમ મતદારોના મત જોઇતા છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દલિત મુસ્લિમ એકતા શક્ય નથી, કારણ કે, ભાગલાં સમયે દલિત નેતાઓ સાથે પાકિસ્તાનમાં જે પ્રકારનું વર્તન થયું, તે દુનિયાએ જોયું છું. ભારતમાં બાબાસાહેબ આંબેડકર મોટા દલિત નેતા થયાં પરંતુ યોગેશ મંડલ ભાગલાં સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. યોગેશ મંડલે પાકિસ્તાનમાં દલિતો પર અત્યાચાર જોયા તો તેઓ ભારત પર આવી ગયા હતા. યોગી આદિત્યનાથે આરોપ લગાવ્યો કે મહાગઠબંધને મુસ્લિમ મતદારોનું ધ્રુવિકરણ કરવાની કોશિશ કરી છે. તેથી બાકીના સમાજે વિચારવું જોઇએ કે કોને મત આપવો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OWTIAt
via Latest Gujarati News
0 Comments