
નવી દિલ્હી, તા. 09 એપ્રિલ 2019, મંગળવાર
ઇઝરાયલમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. તેમાં ભારતીય લોકસભાની ચૂંટણીની પણ ઝલક જોવા મળી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ચૌકીદાર ગણાવે છે તેમ ઇઝરાયલના હાલના વડાપ્રધાન પોતાના 'ચૌકીદાર' ગણાવે છે. બંન્ને દેશોની ચૂંટણીમાં આતંકવાદ જ એવો મુદ્દો છે જેના પર હાલની સરકાર પોતાનું ચૂંટણી કેમ્પેઇન ચલાવી રહી છે ત્યારે ઇઝરાયલમાં ચૂંટમી પણ ભારતના અંદાજમાં થઇ રહી છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ છે અને જેમ ભારતના વડાપ્રધાન મોદી પોતાને ચૌકીદાર ગણાવે છે તેમ નેતન્યાહૂ પોતાને 'મિસ્ટર સિક્યોરિટી' કહે છે. ભારત અને ઇજરાયલમાં સામાન્ય ચૂંટણી લગભગ સાથે છે ત્યારે બંન્ને દેશોના ચૂંટણી પ્રચાર પણ ભારતની સ્ટાઇલમાં થઇ રહ્યો છે. બંન્ને નેતાઓ માટે ફરી સરકાર બનાવવી સરળ નથી પરંતુ બંન્નેએ ફરીથી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KjUOY6
via Latest Gujarati News
0 Comments