જો તમારા પરિવારમાં કે સંબંધમાં પૈસાને લીધે તિરાડ પડી રહી હોય તો તમારે ડરવાની જરૂર નથી. આજે અહીં એવા કેટલાંક ઉપાયો જણાવાયા છે જેનાથી તમે આ તકલીફનું સમાઘાન મેળવી શકો છો.

કોઈ એકલું રહેતું હોય ત્યારે પણ પૈસાની વેયવસ્થા કરવામાં મુશ્કેલી થતી હોય છે. તમે અપરણિત હોવ ત્યારે તો પૈસાની સગવડ કરવાનું કામ એટલું અઘરું નથી હોતું પણ તકલીફ ત્યારે વધી જાય છે જ્યારે તમે કોઈની સાથે રિલેશનમાં જોડાવ છો. બે જણ સાથે રહેવા લાગે ત્યારે પૈસા કોની પાસે જમા રાખવા, એક ખાતામાં પૈસા ભેગા કરવા કે અલગ-અલગ જ રાખવા જેવા પ્રશ્નો ઘણીવાર મોટું સ્વરૂપ લઈ લેતાં હોય છે. ઘણીવાર તો આ બાબત મોટા ઝઘડાનું કારણ બને છે.

પતિ-પત્ની હોય કે રિલેશનમાં રહેતા કપલ- દરેકે આર્થિક દેવા કે નાણાંકિય બાબતોમાં એકબીજા સાથે મોકળાશથી વાત કરવી જોઈએ, જેથી સાથે રહેવામા તકલીફ ના પડે. શોપિંગ કરતી વખતે પણ પરસ્પર સમજદારી દાખવીને ખર્ચ કરો. જો તમને કોઈ વસ્તુ ગમી જાય પણ તમારા સાથીને યોગ્ય ના લાગે તો એની ભાવનાને પણ માન આપો. દરેક બાબતમાં બંનેના હિતનું ધ્યાન રાખશો તો પૈસાની લઇને ઝઘડો નહીં થાય.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyxVBw
via Latest Gujarati News
0 Comments