નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર
બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ દ્વારા લાગુ કરવામાં આવેલા 48 કલાકના પ્રતિબંધ પૂરો થતાની સાથે જ આકરા તેવર ધારણ કર્યાં છે. માયાવતીએ ટ્વીટ કરીને પૂછ્યું કે યોગી આદિત્યનાથ પ્રતિબંધ બાદ પણ મંદિર-મંદિર ફરી રહ્યાં છે અને ચૂંટણીકીય લાભ લઇ રહ્યાં છે. તેમના પર ચૂંટણી પંચ આટલું મહેરબાન શા માટે છે?
માયાવતીએ કહ્યું કે ચૂંટણી પંચના પ્રતિબંધનું સરેઆમ ઉલ્લંઘન કરીને યૂપીના સીએમ યોગી શહેર-શહેર અને મંદિરોમાં જઇને અને દલિતના ઘરની બહાર જમીને વગેરે જેવા ડ્રામા કરીને તથા તેમને મીડિયામાં પ્રસારિત અને પ્રચારિત કરાવીને ચૂંટણીકીય લાભ લેવાનો ખોટા પ્રયાસ સતત કરી રહ્યાં છે પરંતુ તેમના પર ચૂંટણીપંચ આટલું મહેરબાન શા માટે છે?
માયાવતીએ પૂછ્યું કે જો આવો જ ભેદભાવ અને ભાજપના નેતાઓ પ્રત્યે ચૂંટણી પંચના આંખ આડા કાન અને ખોટી મહેરબાની જારી રહ્યાં તો પછી આ ચૂંટણીનું નિષ્પક્ષ અને સ્વતંત્ર રહેવું અશક્ય છે. આ મામલાઓમાં જનતાની બેચેનીનું સમાધાન કેવી રીતે થશે? ભાજપ નેતૃત્વ આજે પણ એવી જ મનમાની કરી રહ્યું છે જેવી આજ દિન સુધી કરતું આવ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Up80L1
via Latest Gujarati News
0 Comments