
નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
ફ્રાંસના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે રાફેલ કરાર બાદ 6 માસમાં ફ્રાંસે અનિલ અંબાણીની ફ્રાંસ સ્થિત કંપનીનો લગભગ 1200 કરોડ રૂપિયાનો ટેક્સ માફ કર્યો હતો. હવે તેના પર રક્ષામંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. રક્ષામંત્રાલયે મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા છે.
રક્ષામંત્રાલયે કહ્યું કે, ટેક્સના મામલે અને રાફેલ મામલે લાવવામાં આવેલું કોઇ પણ કનેક્શન સંપૂર્ણરીતે ખોટું છે. મંત્રાલયે આને બદનામ કરતો પ્રયાસ ગણાવ્યો.
નોંધનીય છે કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી અને ઓક્ટોબર 2015 વચ્ચે જ્યારે ફ્રાંસ ભારત સાથેના રાફેલ કરાર પર વાતચીત કરી રહ્યાં ત્યારે અનિલ અંબાણીને 143.7 મિલિયન યૂરોની ટેક્સની છૂટ મળી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GoqeJb
via Latest Gujarati News
0 Comments