
નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ફરી હાથ મેળવવાની તૈયારી દર્શાવી છે. મોદી અને શાહને દેશ માટે ખતરો ગણાવી લોકસભાની ચૂંટણી માટે દિલ્હી, હરિયાણા અને ચંદીગઠમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી દર્શાવી છે. જો કે ગઠબંધનના ફોર્મ્યૂલામાંથી પંજાબની માંગને પાર્ટીએ હટાવી લીધી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિશ સિસોદિયાએ કહ્યું કે, મોદી અને શાહની જોડી દેશ માટે ખતરો છે. તેને રોકવા માટે ભાજપ વિરોધી સંગઠનો સાથે આમ આદમી પાર્ટી હાથ મેળવવા તૈયાર છે. હજૂ સમય છે જો કોંગ્રેસ ઇચ્છે તો મોદી અને શાહની જોડીને હરિયાણા, પંજાબ અને દિલ્હીની 18 સીટો પર હરાવી શકાય તેમ છે.
જે બાદ સિસોદિયાએ ગઠબંધનને લઇને આમ આદમી પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, તે કોંગ્રેસે નક્કી કરવાનું છે કે, આ સમયે પ્રાથમિકતા મોદી-શાહની જોડીને હરાવવાની છે કે વધારે સીટો પર ચૂંટણી લડવાનો રેકોર્ડ બનાવવાનો છે. તેમણે ગઠબંધનમાં મોડુ થવા પર કોંગ્રેસને જવાબદાર ગણી કહ્યું કે, કોંગ્રેસે આ તાનાશાહી વિરોધી આંદોલનને ખૂબ નુંકસાન પહોંચાડ્યું છે. ભાજપને ફાયદો પહોંચાડવા માટે ગઠબંધનના નામ પર એક મહિના સુધીનો સમય કોંગ્રેસે બર્બાદ કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KD3skK
via Latest Gujarati News
0 Comments