
નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
બજરંગબલીની જાતિ બાદ હવે બજરંગબલીના નામ પર રાજકારણ શરૂ થઇ ગયું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને એક રેલી દરમિયાન ભગવાન બજરંગબલીને લઇને ટિપ્પણી કરી હતી. જેને લઇને ગીરીરાજસિંહે તેમને ખુલ્લો પડકાર આપ્યો છે.
ગીરીરાજસિંહે ટ્વીટ કરી કહ્યું કે, આઝમખાને પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું હવે તેમણે આપણા ભગવાનનું અપમાન કર્યું છે. હું લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રામપુર જઇશ અને દેખાડીશ કે બજરંગ બલી શું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v0xpR7
via Latest Gujarati News
0 Comments