
નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. સુત્રો પ્રમાણે પ્રિયંકા ગાંધી વડાપ્રધાન મોદીને સીધી ટક્કર આપવાની તૈયારીમાં છે. આ મુદ્દે પ્રિયંકા ગાંધી ગંભીરતાથી વિચારી રહી છે. પ્રિયંકા ગાંધી તરફથી વારાણસીથી ચૂંટણી લડવાની હા છે, હવે રાહુલ ગાંધી તેના પર અંતિમ નિર્ણય કરશે.
જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો અહીં જોરદાર ટક્કર થવાની શક્યતા છે અને આ સાથે જ કોંગ્રેસ સમગ્ર પૂર્વાંચલને સાધવાની કોશિષ કરી શકે છે. પાર્ટીના ચૂંટણી રણનીતિકારોનો તર્ક છે કે ગત લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર છતાં તેમની જીતનું અંતર જોતા અમેઠીમાં રાહુલ ગાંધીને ભાજપ ઘેરી રહી છે તેમ વારાણસીમાં મોદીને ઘેરવામાં આવે. જો કે આ વિશે હજી અંતિમ નિર્ણય થઇ શક્યો નથી.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા પ્રિયંકા ગાંધી પોતાનું ચૂંટણી લડવા પર કંઇ બોલ્યા નહી પરંતુ તેમણે તક મળે તો વડાપ્રધાન મોદી સામે વારાણસી સીટ પરથી લડે તેના તરફ ઇશારો કર્યો હતો. જો કે હજૂ આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય થયો નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GmxyoE
via Latest Gujarati News
0 Comments