
નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીમાં સંબોધન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, આ કેવા ચૌકીદાર છે, જેમના સામે દેશના પૈસા લૂંટીને ચોર ભાગી રહ્યાં છે. તેમણે સવાલ કર્યો કે, દરેક ચોરના નામમાં મોદી-મોદી કેમ છે. તેણે ફરીવાર કહ્યું કે, ચૌકીદાર ચોર છે અને 100% ચોર છે.
કોંગ્રેસની ન્યાય યોજના પર સવાલો કરતી ભારતીય જનતા પાર્ટી પર તેમણે કહ્યું કે, તેઓ પુછે છે કે, પૈસા ક્યાંથી આવશે? મોદીજી હું તમને જણાવું છું કે પૈસા અંબાણી જેવા તમારા દોસ્તના ખીસ્સામાંથી આવશે. નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યાના ખીસ્સામાંથી આવશે.
તેમણે ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, 15 લાખ ખેડૂતોના દેવામાફી અને વર્ષે બે લાખ રોજગારીનો વાયદો કરતી ભાજપે વચન પાળ્યુ નહી. તેમણે 15 લાખ તો આપ્યા નહી, પરંતુ કોંગ્રેસની સરકાર ગરીબોને પૈસા આપશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z8q1AZ
via Latest Gujarati News
0 Comments