(પીટીઆઈ) નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
આગામી ૧૧ એપ્રિલના રોજ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. મતદાન પહેલા નાગરિકોને આકર્ષવા માટે તમામ રાજકીય પાર્ટીઓ જોર-શોરથી પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસે રવિવારે પોતાના અભિયાનનો નવો નારો 'અબ હોગા ન્યાય' જાહેર કર્યો હતો.
લોકસભા ચૂંટણી માટે આ વખતે કોંગ્રેસનો નારો 'અબ હોગા ન્યાય' રહેશે. કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યા મુજબ દેશભરમાં અન્યાયનું સામ્રાજ્ય છવાયેલું હોવાથી આ નારો તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ આનંદ શર્માએ જણાવ્યા મુજબ તેમનું અભિયાન ન્યાય પર આધીન છે.
કોંગ્રેસના કેમ્પેઈનમાં 'ન્યાય' શબ્દ 'ન્યૂનતમ આય યોજના' એટલે કે લઘુતમ આવક યોજનાનો ઉલ્લેખ કરે છે તથા તેમાં સમાજના તમામ વર્ગના લોકો માટે ન્યાયને આવરી લેવાયો છે. ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે આ અભિયાનના મુખ્ય ગીત 'મેં હી તો હિંદુસ્તાન'ને લખ્યું છે.
શર્માએ જણાવ્યા મુજબ આ અભિયાન માટે પર્સેપ્ટ એજ નામની એજન્સીની મદદ લેવાઈ છે અને સ્ક્રીન ધરાવતા મોટા કન્ટેનર ટ્રક દેશભરમાં કોંગ્રેસના આ સંદેશાને ફેલાવશે. અભિયાન અંતર્ગત ન્યાય યોજના, ગરીબી ઉન્મૂલન, બેરોજગાર યુવાનોને રોજગાર, ખેડૂતો, મહિલા આરક્ષણ, જીએસટી જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
કોંગ્રેસના નારાઓ પર ઉડતી નજર
૧૯૬૫ : જય જવાન, જય કિસાન
૧૯૭૧ : ગરીબી હટાઓ
૧૯૭૮ : એક શેરની સો લંગૂર, ચિકમંગલૂર, ચિકમંગલૂર
૧૯૮૪ : જબ તક સૂરજ ચાંદ રહેગા, ઇંદિરા તેરા નામ રહેગા
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UmVDnT
via Latest Gujarati News
0 Comments