નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર

ભારતમાં એક બજાર એવુ છે જે દુનિયાની કોઈ પણ બ્રાન્ડની ડુપ્લિકેટ વસ્તુઓ બનાવીને વેચે છે.ખુદ અમેરિકા પણ આ બજારથી પરેશાન છે અને આ બજારને અમેરિકાએ નકલી વસ્તુઓ વેચતા દુનિયાના સૌથી કુખ્યાત બજાર પૈકીનુ એક ગણાવ્યુ છે.

આ બજાર દિલ્હીના ટેન્ક રોડ પર આવેલુ છે.જેને લઈને ભારત સમક્ષ અમેરિકાએ ફરિયાદ પણ કરી છે.અમેરિકાએ નકલી વસ્તુઓ વેચતા દુનિયાના 25 સ્થળોની જે યાદી બનાવી છે તેમાં ટેન્ક રોડના માર્કેટનો પણ સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ બજારમાંથી ડુપ્લિકેટ વસ્તુઓ અ્ય ભારતીય બજારોમાં પણ થાય છે.અહીંયા વેપારીઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નકલી વસ્તુઓ જાણીતી બ્રાન્ડના નામે વેચે છે.હવે તો તેમણે પોતાના વેપારનો બહુ ફેલાવો કરી દીધો છે.તેના કારણે સરવાળે અમેરિકાની જાણીતી બ્રાન્ડોને નુકસાન પહોંચી રહ્યુ છે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, દુનિયામાં 500 અબજ ડોલરનો નકલી સામાન વેચવામાં આવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GNLkj9
via Latest Gujarati News