કાશીના ઘાટ પર અંતિમ સંસ્કાર કરાવનાર પરિવારના સભ્ય સહિતના ચાર કોમનમેન મોદીના ટેકેદાર


નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી માટે બનારસમાંથી આજે નોંધાવેલી ઉમેદવારી દરમિયાન તેમના ચાર ટેકેદારોમાં અપેક્ષા પ્રમાણે જ ચોકીદારનો સમાવેશ થયો હતો.

આ વખતે જેમણે નરેન્દ્ર મોદીની ઉમેદવારી માટે પ્રસ્તાવ રજૂ કર્યા હતા તેમાં ડોમરાજા એટલે કે કાશીના ઘાટ પર મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરનારા પરિવારનો એક પ્રતિનિધિ, પટેલ ધર્મશાળાના રામશંકર પટેલનો સમાવેશ થતો હતો.રામશંકર પટેલ આરએસએસના જુના સભ્ય મનાય છે.અન્ય બે ટેકેદારોમાં પાણિની કન્યા મહાવિદ્યાયના પ્રાચાર્ય અન્નપૂર્ણા શુક્લ તથા એક સિક્યુરીટી ગાર્ડ પણ સામેલ હતા.

પીએમ મોદીએ 2014માં જ્યારે ઉમેદવારી નોંધાવી હતી તે વખતે જે ચાર વ્યક્તિઓ મોદીના ટેકેદાર બન્યા હતા તેમાંથી એક પણ નામ આ વખતે રિપિટ થયુ નથી.ગયા વખતે પંડિત મદન મોહન માલવિયાના પરિવારના સભ્ય ગિરિધર માલવીયા, શાસ્ત્રીય ગાયક છન્નૂલાલ મિશ્ર, મલ્લાહ સમુદાય એટલે કે નાવિક સમાજના ભદ્રા પ્રસાદ નિષાદ અને વણકર સમાજના અશોક કુમાર મોદીના પ્રસ્તાવક બન્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LdE0CS
via Latest Gujarati News

Post a Comment

0 Comments