
નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર
તમે એવા અનેક કપલ્સ જોયા હશે જેમની ઉંમરમાં ઘણો તફાવત હોય. આવા લગ્ન કે સંબંધ અનેક કારણોસર બંધાતા હોય છે. ઘણા લોકો ધનની લાલચમાં હોય છે તો કેટલાકને યુવાનીની લાલસા હોય છે. પરંતુ દુનિયાના કેટલાક દેશ એવા પણ છે જ્યાં એક ખાસ પ્રક્રિયાના ભાગરૂપે યુવતીઓ વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે.
અહીં યુવતીઓ યુવાનોને છોડી અને વૃદ્ધ વ્યક્તિને ડેટ કરે છે અને તેને ડેડી શુગર તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશોમાં ડેડી શુગર બનાવવાનો ટ્રેડ ચાલી રહ્યો છે. જેમાંથી એક કેન્યા પણ છે. આર્થિક તંગીના કારણે યુવતીઓ પોતાની પ્રોફાઈલ બદલી રહી છે. અહીં યુવાન કન્યા પોતાના પિતાની ઉંમરના વ્યક્તિની શોધમાં રહે છે. યુવતીઓ ખુશી ખુશી વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે. કેન્યામાં રહેતી 19 વર્ષની યુવતી ડેડી શુગર બનાવવાનું કામ કરે છે અને તેણે જણાવ્યાનુસાર તેણે 40 વર્ષ મોટા વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યા હતા.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBZk4l
via Latest Gujarati News
0 Comments