
નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર
વારાણસી લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના બૂથ કાર્યકરોને સંબોધન કરતી વખતે એક વાતનો ખુલાસો કર્યો હતો.
મોદીએ કહ્યુ હતુ કે, ગઈકાલે કરેલા રોડ શો બદલ મારે નારાજગીનો સામનો કરવો પડ્યો છે અને આ નારાજગી લોકોની જ છે.સોશ્યલ મીડિયા પર ઘણાએ મને સુરક્ષાનુ જોખમ લઈને રોડ શો કરવા બદલ ફટકાર લગાવી છે.
મોદીએ કહ્યુ હતુ કે, લોકો ગઈકાલે મને સોશ્યલ મીડિયા પર લડી રહ્યા હતા કે મોદીજી રોડ શો બંધ કરો.આવી રીતે અંધારામાં સુરક્ષાને જોખમ હોય છે.તાજેતરમાં જ શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ પણ થયો છે.લોકો કહી રહ્યા હતા કે, અમે તમારા માલિક છે.
મોદીએ કહ્યુ હતું કે, મોદીની સુરક્ષા જો કોઈ કરે છે તો તે કરોડો માતા અને બહેનો છે.તેઓ મારુ સુરક્ષા કવચ છે.વ્રત રાખી રહી છે.
તેમણે કાર્યકરોને કહ્યુ હતુ કે, આ વખતે આપણુ લક્ષ્ય વધારેને વધારે મતદાન કરાવવાનુ છે.વારાસણી તો જીતી ચુક્યા છે પણ આ વખતે પોલિંગ બૂથ જીતવાનુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UHKetY
via Latest Gujarati News
0 Comments