
મુંબઇ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર
વીતેલા દાયકાઓની ટોચની અભિનેત્રી મૌસમી ચેટર્જીનો આજે બર્થ ડે છે. 1948ના એપ્રિલની 26મીએ જન્મેલી મૌસમી આજે 71 વર્ષની થઇ. હેપ્પી બર્થ ડે ટુ યુ મૌસમી...
બ્રિટિશ રાજમાં ભારતીય લશ્કરના અધિકારી તરીકે ફરજ બજાવતા બંગાળી બાબુની પુત્રી તરીકે જન્મેલી મૌસમી ફિલ્મ સંગીતના સુવર્ણયુગના ગાયક સંગીતકાર હેમંત કુમારના પુત્ર જયંત મુખર્જીની પત્ની છે.
માત્ર સોળ વર્ષની વયે અભિનય શરૂ કરનારી મૌસમીએ બોલિવૂડમાં આવ્યા બાદ કેટલીક ખરેખર યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં અનુરાગ, સ્વર્ગ નર્ક, મંજિલ, સ્વંયવર, ઘાયલ, ઘર એક મંદિર, માંગ ભરો સજના વગેરેનો સમાવેશ થાય છે. એણે બાલિકા બધૂ નામની બંગાળી ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. અનુરાગ ફિલ્મમાં તો મૌસમીએ અંધ યુવતીનો રોલ કરેલો. ઘણા લોકોને લાગેલું કે આવો રોલ લઇને મૌસમીએ ભૂલ કરી છે પરંતુ મૌસમીએ પોતાના સ્વાભાવિક અભિનય દ્વારા દર્શકોને મુગ્ધ કરી દીધા હતા. ફિલ્મ હિટ નીવડી હતી અને મૌસમીને બેસ્ટ અભિનેેત્રીનો એવોર્ડ સુદ્ધાં મળ્યો હતો.
હાલ એ પોતાનો પરિવાર સંભાળે છે. એણે બંગાળી ભાષામાં થોડાંક ગીતો પણ ગાયાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZBOwqw
via Latest Gujarati News
0 Comments