
મુંબઇ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર
હોનહાર અભિનેતા કાર્તિક આર્યને પોતાની લૂકાછૂપી ફિલ્મ હિટ નીવડી એના પગલે રાતોરાત પોતાની પ્રાઇઝ વધારી દીધી હતી.
એની નિકટનાં સૂત્રો કહે છે કે કાર્તિક હવે મોટા પ્રોડયુસર્સ સાથે કામ કરવા માગે છે. અગાઉ એણે સોનુ કે ટીટુ કી સ્વીટી, પ્યાર કા પંચનામા, પ્યાર કા પંચનામા ટુ, આકાશવાણી વગેરે મધ્યમ બજેટની ફિલ્મો કરી હતી. એકવાર ફિલ્મ હિટ થયા બાદ હવે એ પોતાની પસંદગીના પ્રોડયુસર્સ સાથે કામ કરવા માગે છે.
કાર્તિકના પ્રવક્તાએ કહ્યું કે પ્રાઇઝ વધી જાય એટલે આપોઆપ નાના નિર્માતા એની નજીક આવતા બંધ થઇ જાય અને કાર્તિક એમજ ઇચ્છે છે. એને હવે નાના નિર્માતા સાથે નાનકડા બજેટની ફિલ્મો કરવી નથી. એ માને છે કે પ્રાઇઝ વધવા છતાં જેમને કાર્તિક આર્યન જોઇએ છે એ પ્રોડયુસર્સ તો એને ત્યાં આવવાના જ.
લૂકાછૂપીમાં મધ્યમવર્ગીય પ્રેમી યુગલ લીવ ઇન રિલેશનશીપમાં રહે છે એવી રોમાન્ટિક કોમેડી હતી. કાર્તિકના સદ્ભાગ્યે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર હિટ નીવડી હતી. બાકી આ ફિલ્મ રજૂ થઇ ત્યારે કેપ્ટન માર્વેલ અને ટોટલ ધમાલ જેવી મોટી ફિલ્મો પણ રિલિઝ થઇ હતી. એની સામે લૂકાછૂપી ટકી રહી એ નસીબની જ વાત હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ITJobc
via Latest Gujarati News
0 Comments