
મુંબઇ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર
મોખરાની કલાકાર જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લીવ ઇન રિલેશનશીપમાં રહેવાનું સૂચન રણબીર કપૂરની માતા અભિનેત્રી નીતુ સિંઘ કપૂરે કર્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
અગાઉ એવી વાત વહેતી થઇ હતી કે આ વર્ષની આખરમાં આ બંને કલાકારો પરણી જશે. પરંતુ બંને પાસે પૂરતી ફિલ્મો છે અને હજુ રિશિ કપૂરની તબિયત સો ટકા સારી થઇ નથી. એ અમેરિકામાં સારવાર હેઠળ છે. મુંબઇના એક ટેબ્લોઇડ અંગ્રેજી દૈનિકના સમાચાર મુજબ લીવ ઇન રિલેશનશીપનું સૂચન નીતુ સિંઘ કપૂરનું હતું.
એ સંજોગો આ વર્ષની આખરમાં રણબીર અને આલિયા પરણશે એમ ચોક્કસપણે કહી શકાય એવું નથી. દરમિયાન એવા અહેવાલ વહેતા થયા કે આલિયા અને રણબીર કપૂર લીવ ઇન રિલેશનશીપમાં એક ફ્લેટમાં સાથે રહેશે. જો કે આલિયાએ આ સપ્તાહમાં જ એ અહેવાલને રદિયો આપી દીધો હતો.
અગાઉ રણબીર અને કેટરિના એક ફ્લેટમાં લીવ ઇન રિલેશનશીપથી ચાર પાંચ વર્ષ સાથે રહ્યાં હતાં. આલિયાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે હું લીવ ઇન રિલેશનશીપમાં રહેવાની નથી.
આલિયાએ એક નવો એપાર્ટમેન્ટ વાંદરામાં ખરીદ્યો ત્યારે પણ એવી વાતો ઊડી હતી કે એ અને રણબીર આ એપાર્ટમેન્ટમાં સાથે રહેશે પરંતુ પાછળથી એવો ખુલાસો થયો હતો કે આ ફ્લેટ તો આલિયાએ સ્થાપેલી ફિલ્મ કંપની ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ માટે ખરીદાયો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IFeuUI
via Latest Gujarati News
0 Comments