કરીનાનો રોલ પોલીસ ઑફિસરનો હશે


મુંબઇ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર

મોખરાની અભિનેત્રી કરીના કપૂર આગામી ફિલ્મ અંગ્રેજી મિડિયમમાં પોલીસ અધિકારીનો રોલ કરશે એવી માહિતી મળી હતી.

ખુદ કરીનાએ આ સમાચારને સમર્થન આપ્યું હતું. હોમી અડજાનિયા આ ફિલ્મના ડાયરેક્ટર છે. ફિલ્મ સર્જકોએ કરીના કપૂરને સાઇન કરી હોવાના સમાચાર સ્વીકાર્યા હતા.

આ ફિલ્મ હિટ નીવડેલી હિન્દી મિડિયમની સિક્વલ છે. હાલ દેશનાં મોટા ભાગનાં બાળકો ઇંગ્લીશ મિડિયમની સ્કૂલોમાં ભણે છે અને પ્રાદેશિક ભાષાઓની સ્કૂલો બંધ થઇ ચૂકી છે એના પર વેધક પ્રકાશ પાડતી હિન્દી મિડિયમમાં ઇરફાન ખાન અને રાધિકા મદાને મુખ્ય રોલ કર્યો હતો. ત્યારબાદ ઇરફાન ખાનને મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થતાં એ સારવાર લેવા વિદેશ ગયો હતો.

તાજેતરમાં ઇરફાન પાછો ફર્યેા ત્યારબાદ ઇંગ્લીશ મિડિયમ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું.

આ ફિલ્મમાં ઇરફાન ખાન કંદોઇનો રોલ કરી રહ્યો છે. ચંપકલાલ નામના દુકાન માલિકનો આ રોલ છે. જૂનમાં આ ફિલ્મનંુ શૂટિંગ લંડનમાં થવાનું છે ત્યારે કરીના કપૂરનું કામ શરૂ થશે એવું મનાય છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IXnXWI
via Latest Gujarati News

Post a Comment

0 Comments