
મુંબઇ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર
સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે તાજેતરમાં રોમાનિયાની સડકો પર ડાન્સ કર્યો હોવાની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.
મહેશ ભટ્ટની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક પુત્રી પૂજા ભટ્ટે આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર શૅર કરી હતી. એક અજનબી સાથે મહેશ ભટ્ટ ડાન્સ કરી રહ્યા છે એવી આ વિડિયો ક્લીપ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ હતી.
પૂજાએ આ ફોટોગ્રાફ સાથે લખ્યું હતું કે રોમાનિયાથી ભારત તરફ પાછાં ફરવાની છેલ્લી ક્ષણો દરમિયાન આ વિસ્મયજનક દ્રશ્ય સર્જાયું હતું. આથી વધુ સરસ વિદાય સમારંભ બીજો કયો હોઇ શકે ?
ટૂંક સમયમાં મહેશ ભટ્ટ પોતાની 1970ના દાયકાની આખરમાં બનેલી હિટ ફિલ્મ સડકની રિમેક સડક ટુ શરૂ કરવાના છે જેમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સાથે મૂળ ફિલ્મની જોડી પૂજા ભટ્ટ અને સંજય દત્ત પણ ચમકશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GITU3L
via Latest Gujarati News
0 Comments