
મુંબઇ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર
ટોચના કલાકારોની યાદીમાં મોખરાનું સ્થાન ભોગવતી જોડી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ ફરી એકવાર પરદા પર સાથે ચમકે એવી શક્યતા હોવાની જાણકારી મળી હતી.
છેલ્લા આ બંનેએ ઇમ્તિયાઝ અલીની તમાશા ફિલ્મ સાથે કરી હતી. ઇમ્તિયાઝે એવો દાવો કર્યો હતો કે આ ફિલ્મની લવ સ્ટોરી રાધાકૃષ્ણની લવ સ્ટોરી છે. જો કે ફિલ્મને ધાર્યો પ્રતિસાદ સાંપડયો નહોતો.
હવે આ બંનેને ફરી એકવાર સાથે ચમકાવવાની યોજના અનુરાગ બસુ ઘડી રહ્યા હોવાનંુ કહેવાય છે. એમની સૌથી હિટ નીવડેલી ફિલ્મ યહ જવાની હૈ દિવાની હીરુ યશ જોહરની ફિલ્મ હતી જેનંુ ડાયરેક્શન અયાન મુખરજીએ કર્યુ ંહતું.
એ દિવસોમાં આ બંને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની વાતો પણ ઊડી હતી. પાછળથી જો કે બંનેનો બ્રેકપ થયો હતો. આમ છતાં બંનેવચ્ચે ખૂબ સારી દોસ્તી રહી છે.
રણબીર કપૂરે વચ્ચે એક મુલાકાતમાં કહ્યું હતું કે દીપિકા મારી દોસ્ત અને સલાહકાર છે. મારાં લગ્ન થશે ત્યારે પણ એ મને જરૂરી સલાહ આપશે. દીપિકા સાથેના બ્રેકપ પછી એનું નામ કેટરિના કૈફ સાથે જોડાયું હતું. આ સંબંધ પણ 2018ના આરંભે ખંડિત થયો હતો અને આજકાલ રણબીરનું નામ આલિયા ભટ્ટ સાથે લેવાઇ રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DD2O0F
via Latest Gujarati News
0 Comments