હું તો કરણ અંકલની ફિલ્મથીજ ડેબ્યુ કરીશ : શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર


મુંબઇ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર

ટોચની અભિનેત્રી સદ્ગત શ્રીદેવી અને સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂરે કહ્યું હતું કે હું પણ કરણ જોહર અંકલન ફિલ્મથી ડેબ્યુ કરીશ.

શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જાન્હવી કપૂરે પણ કરણ જોહરની ફિલ્મ ધડકથી કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારબાદ કરણ જોહરની કલંક ફિલ્મમાં પણ ચમકી હતી. 

હવે જાન્હવીની નાની બહેન ખુશી કપૂર ડેબ્યુ કરવા થનગની રહી છે. જો કે એ હાલ ન્યૂયોર્કની એક સંસ્થામાં અભિનયની તાલીમ લઇ લહી છે. આ તાલીમ પૂરી થયા બાદ એની ઇચ્છા પણ અભિનય ક્ષેત્રે ઝંપલાવવાની છે.

અત્યાર અગાઉ અનાહિતા શ્રોફ અડજાનિયાના ટીવી ચેટ શોમાં જાન્હવીએ પણ એવી જાહેરાત કરી હતી કે ખુશી ન્યૂયોર્કમાં અભિનયની તાલીમ પૂરી કર્યા બાદ અભિનય ક્ષેત્રે ઝુકાવશે.

અગાઉ ખુશીની યોજના મોડેલ બનવાની હતી પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ એ અભિનેત્રી બનવા માગે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GzzTv7
via Latest Gujarati News

Post a Comment

0 Comments