સિરિયલ કીલરના પાત્રમાંથી બહાર નીકળી શકતો નથી : ઝેક એફ્રોન


લોસ એંજલ્સ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર

હોલિવૂડના મોખરાના અભિનેતા ઝેક એફ્રોને કહ્યંુ હતું કે હું 'એક્સ્ટ્રીમલી વીકેડ, શોકિંગલી ઇવિલ એન્ડ વાઇલ' 

ફિલ્મના સિરિયલ કીલર ટેડ બન્ડીના પાત્રમાંથી બહાર નીકળી શકતો નથી.

આ ફિલ્મમાં અમેરિકાના સિરિયલ કીલર્સમાંના એકની કથા રજૂ થઇ છે. ઝેકે કહ્યંુ, 'અગાઉ મેં કદી આવું પાત્ર ભજવ્યું નથી. રોજ સાંજ પડે અને મારે ઘરે જવાનું થાય ત્યારે આ પાત્ર મારો પીછો છોડતું નહોતું. હું એની પકડમાંથી બહાર આવી શકતો નહોતો. લગભગ અશક્ય જેવું લાગતું હતું મને. મિડિયા સમક્ષ હું ભલે એમ કહી શકું કે સાંજ પડયે હું સહેલાઇથી આ પાત્રની બહાર નીકળી જતો હતો. વાસ્તવમાં એવું નહોતું. મને એ પાત્ર બહાર નીકળવા નહોતું દેતું... ઇટ વૉઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ...'

એણે ઉમેર્યું કે મારે આ પાત્ર કરવું નહોતું. આવા ભયંકર હત્યારાને ગ્લેમરાઇઝ કરે એવી ફિલ્મ કરવામાં મને રસ નહોતો પરંતુ ફિલ્મ સ્વીકાર્યા પછી શૂટિંગ દરમિયાન મને ખ્યાલ આવ્યો કે આ પાત્ર મારો પીછો છોડતું નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UVE9ix
via Latest Gujarati News

Post a Comment

0 Comments