મારે પોત્તાનું ચર્ચ સ્થાપીને રવિવારની પ્રેયર યોજવી છે : રેપર સિંગર કેન્યે વેસ્ટ


લોસ એંજલ્સ તા.26 એપ્રિલ 2019, શુક્રવાર 

રેપર સિંગર કેન્યે વેસ્ટે કહ્યું હતું કે મારી ઇચ્છા મારું પોતાનું ચર્ચ સ્થાપીને દર રવિવારે સર્વિસ કરવાની છે એમ એની નિકટનાં સૂત્રે કહ્યું હતું.

પિપલ ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ તાજેતરના ઇસ્ટર દરમિયાન કેન્યે વેસ્ટે યોજેલી પ્રાર્થનામાં મોટી જનમેદની ઊમટી પડી ત્યારે કેન્યેને આ વિચાર આવ્યો હતો.

કેન્યેના પ્રવક્તાએ કહ્યંુ કે એને પોતાના સંપ્રદાય પર ઊંડો વિશ્વાસ અને શ્રદ્ધા છે. એ પોતાના સંપ્રદાયનો પ્રચાર કરવા માગે છે. એ જતે દિવસે અધ્યાત્મ તરફ વળી જાય એવું એની વાત પરથી લાગે છે. એ સતત ધાર્મિક પુસ્તકો વાંચે છે અને વિચારે છે. એને ધાર્મિક પ્રચારમાં વધુ રસ પડયો હોય એવું એનાં વાણી-વર્તન પરથી લાગે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VoZZdP
via Latest Gujarati News

Post a Comment

0 Comments