
મુંબઈ, 26 એપ્રિલ 2019, શુક્રવાર
જ્યારે પણ આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા સ્ક્રીન પર આ પ્રકારનું સર્ટિફિકેટ જોવા મળે છે. આ સર્ટિફિકેટ થોડી મિનિટ માટે જ સ્ક્રીન પર રહે છે જેથી તેમાં શું લખેલું છે તે વાંચી શકાતું નથી. વળી કેટલાક લોકો તેના પર ધ્યાન પણ આપતાં નથી. પરંતુ આ સર્ટિફિકેટ અત્યંત મહત્વનું હોય છે. તો જાલો આજ સુધી નહીં જાણી હોય તેવી જાણકારી વિશે જણાવીએ તમને.
- આ સર્ટિફિકેટમાં લખેલા Uનો અર્થ થાય છે કે આ ફિલ્મને કોઈપણ જોઈ શકે છે.
- જો સર્ટિફિકેટમાં AU લખેલું હોય તો તેનો અર્થ થાય છે કે 12 વર્ષથી નાના બાળકો આ ફિલ્મ માતા-પિતા સાથે જોઈ શકે છે.
- જે ફિલ્મને S સર્ટિફિકેટ મળ્યું હોય તે ફિલ્મ સ્પેશિયલ ઓડિયંસ માટે હોય છે.
- આ સર્ટિફિકેટમાં ફિલ્મનું નામ, ભાષા, રંગ અને ફિલ્મના પ્રકાર વિશે વિવરણ કરવામાં આવેલું હોય છે.
- સાથે જ તેમાં ફિલ્મનો સમય અને તેના રીલ વિશે પણ લખેલું હોય છે.
- અહીં ફિલ્મ અને સર્ટિફિકેટના પ્રમાણનું પણ વર્ણન હોય છે.
- સર્ટિફિકેટમાં તેનો નંબર, સેન્સર બોર્ડ ઓફિસનું એડ્રેસ પણ લખેલું હોય છે.
- નીચેના ભાગમાં સેન્સર નિરિક્ષણ સમિતિનું નામ હોય છે.
- સર્ટિફિકેટનો આ પહેલો ભાગ હોય છે બીજો ભાગ તેવી ફિલ્મોને મળે છે જેમાં સેન્સર બોર્ડએ કટ્સ લગાવ્યા હોય.
- નિયમાનુસાર આ સર્ટિફિકેટને સ્ક્રીન પર ઓછામાં ઓછી 10 સેકન્ડ તો રાખવું જ પડે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L5xgGV
via Latest Gujarati News
0 Comments