
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
સલમાન ખાન કોઇને કોઇ કારણે વિવાદમાં રહેતો હોય છે. આ વખતે મુંબઇમાં તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે.
એક યુવકે સલમાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેની ગાડીમાંથી સલમાને તેનો ફોન ઝૂંટવી લીધો. આ ફરિયાદ બાદ સલમાનના બોડીગાર્ડે પણ મુંબઇ પોલીસમાં ક્રોસ એપ્લિકેશન નોંધાવી છે. જેમા તેમણે પોલીસને જણાવ્યું છે કે, '' એ યુવક સલમાનની મંજૂરી વગર તેનો પીછો કરી રહ્યો હતો તેમજ તેનો વીડિયો બનાવી રહ્યો હતો.'' જોકે યુવકનું કહેવું છે કે, સલમાન ભલે સેલિબ્રિટી હોય પરંતુ કોઇની કારમાંથી ફોન ઝૂંટવી લેવો એ યોગ્ય નથી.''
યુવકે પોલીસને ઉચિત કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સલમાન ખાન ગુરુવારે સવારે જુહુથી કાંદિવલી તરફ સાઇકલ ચલાવીને જઇ રહ્યો હતો. તેને સાયકલ ચલાવતો જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. ઘણાએ તેની તસવીરો પણ ઝડપી હતી. પોતાની તસવીરો લેતા જોઇને સલમાન ભડકી ગયો હતો અને તેણે એ યુવકનો મોબાઇલ તેના બોડીગાર્ડને આપી દીધો હતો. જોકે થોડીવાર રહીને બોડીગાર્ડે એ મોબાઇલ પરત કરી દીધો હતો. પરંતુ આ સંપૂર્ણ મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XJ0tc4
via Latest Gujarati News
0 Comments