
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
પ્રેમી પંખીડા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન કરવાની અફવામાં એક નવું અપડેટ આવ્યું છે. કહેવાયછે કે, આ વરસે આ યુગલ લગ્ન કરવાના મુડમાં નથી. પરંતુ પોતાના સંબંધને આગલા પડાવ સુધી લઇ જવા તેઓ લિવ-ઇનમાં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ સલાહ રણબીરને તેની માતા નીતુ સિંહ કપૂરે આપી હોવાનું કહેવાય છે.
નીતુ કપૂરે પુત્ર રણબીરને આલિયા સાથે લિવનઇન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી છે. હવે આ પ્રેમીપંખીડા એક ઘર શોધી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેઓ પ્રોપર્ટીની શોધ કરી રહ્યા હોય તેવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. જોકે આલિયાએ ત્યારે સ્પષ્ટતા કરી હતી કે, તે જગ્યા તેની ઓફિસ માટેની હતી. તે જલદી જ પ્રોડકશનહાઉસ શરૂ કરી રહી છે.
રણબીર અને આલિયાને હાલ લગ્નની ઉતાવળ નથી. તેઓ તેમની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રીલિઝ થાય તેની રાહ જોઇ રહ્યા છે.તો બીજી બાજુ રણબીરના પિતા રિશી પણ છેલ્લા કેટલાય મહિનાઓથી ન્યુયોર્કમાં પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યો છે.આ દરમિયાન નીતુ પણ પતિ સાથે જ છે. તેથી હાલ લગ્નની કોઇ શક્યતા ક્ષિતિજે પણ નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GLmHEZ
via Latest Gujarati News
0 Comments