
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 એપ્રિલ 2019, ગુરુવા
અમિતાભ બચ્ચને બોલીવૂડની લાંબી કારકિર્દીમાં વિવિધ પાત્રો ભજવ્યા છે. ફિલ્મ 'પા'નું તેનું પાત્ર આજે યાદગાર છે. બિગ બી હવે ફરી એક ખાસ પાત્રમાં જોવા મળવાના છે, જેને જોઇને તેમના ચાહકો તેમજ દર્શકો આશ્ચર્યચકિત થઇ જશે.
મીડિયામાં ચાલી રહેલી ગુસપુસને સાચી માનીએ તો, અમિતાભ બચ્ચન આગામી ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરના પાત્રમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, હાલ અક્ષય કુમાર સાઉની સુપરહિટ હોરર કોમેડી ફિલ્મ 'કંચના'ની હિંદી રીમેકનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો હોવાનું સંભળાય છે.
તમિલ ફિલ્મ 'કંચના'માં એક ટ્રાન્સજેડર મહિલાનું પાત્ર છે જે બદલો લેવા માટે ફિલ્મના મુખ્ય હીરોના શરીરને પસંદ કરે છે. જો અમિતાભ આ પાત્ર સ્વીકારશે તો તે અને અક્ષય કુમાર લગભગ ૧૩ વરસ બાદ રૂપેરી પડદે સાથે જોવા મળશે. છેલ્લે આ બન્ને અભિનેતાઓ ફિલ્મ 'ફેમિલી'માં સાથે જોવા મળ્યા હતા.
સૂત્રની વાત સાચી માનીએ તો આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનની સાથે અભિનેત્રી કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હોવાની વાત છે.
તમિલ ભાષામાં અત્યાર સુધીમાં 'કંચના'ની ચાર સિકવલ બની ચુકી છે. દરેક સિકવલને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GHMCxa
via Latest Gujarati News
0 Comments